જનરેટિવ AI પ્રતિબંધિત ઉપયોગ સંબંધિત પૉલિસી

છેલ્લે ફેરફાર કર્યાની તારીખ: 17 ડિસેમ્બર, 2024

જનરેટિવ AI મૉડલ તમને નવા વિષયો વિશે શોધખોળ કરવામાં, નવી વસ્તુઓ શીખવામાં અને ક્રિએટિવિટી વધારવામાં સહાય કરી શકે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે આમાં જવાબદાર, કાનૂની અને સલામત રીતે જોડાઓ. નીચેના પ્રતિબંધો આ પૉલિસીનો સંદર્ભ આપતી Google પ્રોડક્ટ અને સેવાઓમાં જનરેટિવ AI સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયાઓ પર લાગુ થાય છે.

  1. જોખમી કે ગેરકાનૂની ઍક્ટિવિટીમાં જોડાશો નહીં અથવા લાગુ કાયદા કે નિયમનોનું ઉલ્લંઘન કરશો નહીં. આમાં જનરેટ કરવામાં આવેલા કે વિતરિત કરવામાં આવેલા કન્ટેન્ટનો સમાવેશ થાય છે, જે:
    1. બાળકોના જાતીય શોષણ અથવા શોષણથી સંબંધિત હોય.
    2. હિંસક ઉગ્રવાદ અથવા આતંકવાદના પ્રચારની સુવિધા આપતું હોય.
    3. સંમતિ મેળવ્યા વિનાની અંગત છબી બતાવવાની સુવિધા આપતું હોય.
    4. આત્મઘાત સંબંધિત હોય.
    5. ગેરકાનૂની ઍક્ટિવિટી અથવા કાયદાના ઉલ્લંઘનોની સુવિધા આપતું હોય -- ઉદાહરણ તરીકે ગેરકાનૂની અથવા નિયંત્રિત પદાર્થો, માલસામાન અથવા સેવાઓ બનાવવા અથવા તેને ઍક્સેસ કરવા માટે સૂચનાઓ આપતું હોય.
    6. અન્ય લોકોના પ્રાઇવસી તથા બૌદ્ધિક સંપદા હકો સહિતના અધિકારોનું ઉલ્લંઘન કરતું હોય -- ઉદાહરણ તરીકે કાનૂની જરૂરિયાતોની સંમતિ વિના વ્યક્તિગત ડેટા અથવા બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવો.
    7. લોકોની સંમતિ વિના તેમને ટ્રૅક અથવા મૉનિટર કરતું હોય.
    8. વધુ જોખમવાળા ડોમેનમાં માનવ દેખરેખ વિના વ્યક્તિગત અધિકારો પર વાસ્તવિક નુકસાનકારક અસર ધરાવતા ઑટોમૅટેડ નિર્ણયો લેતા બતાવતું હોય -- ઉદાહરણ તરીકે, રોજગાર, આરોગ્યની સારસંભાળ, નાણાકીય, કાનૂની, આવાસ, વીમો અથવા સામાજિક કલ્યાણ જેવા ડોમેનમાં.
  2. અન્ય લોકોની અથવા Googleની સેવાઓની સુરક્ષામાં ચેડાં કરશો નહીં. આમાં જનરેટ કરવામાં આવેલા કે વિતરિત કરવામાં આવેલા કન્ટેન્ટનો સમાવેશ થાય છે, જે:
    1. સ્પામ, ફિશિંગ અથવા માલવેર હોય.
    2. Googleના અથવા અન્ય લોકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા સેવાઓનો દુરુપયોગ, નુકસાન કરતું હોય, તેમાં અવરોધ પેદા કે હસ્તક્ષેપ કરતું હોય.
    3. દુર્વ્યવહારના સંરક્ષણો અથવા સલામતીના ફિલ્ટરનું રનઅરાઉન્ડ -- ઉદાહરણ તરીકે, અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરવા માટે મૉડલમાં હેરફેર કરવી.
  3. જાતીય રીતે અયોગ્ય, હિંસક, દ્વેષપૂર્ણ અથવા હાનિકારક ઍક્ટિવિટીમાં જોડાશો નહીં. આમાં જનરેટ કરવામાં આવેલા કે વિતરિત કરવામાં આવેલા કન્ટેન્ટનો સમાવેશ થાય છે, જે:
    1. દ્વેષ અથવા દ્વેષયુક્ત ભાષણને પ્રોત્સાહન આપતું હોય.
    2. અન્ય લોકોનું ઉત્પીડન કરતા, ધમકી આપતા, ગુંડાગીરી, દુર્વ્યવહાર કે અપમાન કરતા બતાવતું હોય.
    3. હિંસા અથવા હિંસા માટે ઉશ્કેરણી કરતા બતાવતું હોય.
    4. જાતીય રીતે અયોગ્ય કન્ટેન્ટ -- ઉદાહરણ તરીકે, પોર્નોગ્રાફી અથવા જાતીય આનંદના હેતુઓ માટે બનાવેલું કન્ટેન્ટ.
  4. ખોટી માહિતી, ભ્રામક માહિતી આપતી અથવા ગેરમાર્ગે દોરતી ઍક્ટિવિટીમાં જોડાશો નહીં. તેમાં આનો સમાવેશ થાય છે
    1. કપટ, સ્કૅમ અથવા અન્ય છેતરામણી વર્તણૂકો.
    2. છેતરવા માટે, પૂરી સ્પષ્ટતા કર્યા વિના કોઈ અન્ય વ્યક્તિ (જીવિત અથવા મૃત) હોવાનો ઢોંગ કરવો.
    3. છેતરવા માટે સંવેદનશીલ ક્ષેત્રોમાં કુશળતા અથવા ક્ષમતાના ભ્રામક દાવાની સુવિધા આપવી -- ઉદાહરણ તરીકે આરોગ્ય ક્ષેત્ર, નાણાકીય ક્ષેત્ર, સરકારી સેવાઓ અથવા કાનૂની ક્ષેત્રમાં.
    4. છેતરવા માટે સરકારી અને લોકશાહી પ્રક્રિયાઓ અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતા આચરણો સંબંધિત ભ્રામક દાવાની સુવિધા આપવી.
    5. ગેરમાર્ગે દોરવાના હેતુસર કોઈ માનવી દ્વારા જ આ કન્ટેન્ટ બનાવવામાં આવેલું હોવાનો દાવો કરીને જનરેટ કરેલા કન્ટેન્ટનો ભ્રામક પુરાવો આપવો.

શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક કે કલાત્મક વિચારણા ધરાવતા કન્ટેન્ટને આધારે અથવા તો જાહેર જનતાને થનારા નુકસાન સામે જો નોંધપાત્ર લાભની માત્રા વધુ હોય, તો કદાચ અમે પૉલિસીઓના આવા અપવાદોને મંજૂરી આપી શકીએ છીએ.
Google ઍપ
મુખ્ય મેનૂ